મુખપુષ્ટ
ગુલ ની શાયરીઓ...
ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે
લખ્યું
તે બધું રક્તધારે લખ્યું છે
કરું છું રૂપાંતર હું શબ્દોમાં
કેવળ
તમે
જે ઇશારે ઇશારે લખ્યું છે
લખ્યું તો જિવાયું, જીવ્યો
તો લખાયું
અમે
એક નવતર પ્રકારે લખ્યું છે
લખાણે લખાણે પ્રહારો થયા છે
અમે
પણ પ્રહારે પ્રહારે લખ્યું છે
પડી સાંજ તો એટલી હાશ છે કે -
કશું
કાયમી મેં સવારે લખ્યું છે
તમે તો ‘રઈશ’
બસ
કુટાતા રહ્યા છો
તમે
આ બધું… બોલો ક્યારે લખ્યું છે!
- રઈશ મનીઆરગુલ ની શાયરીઓ...
ભાઇ ! ઉગતો શાયર છું નવ્ય હું
ગઝલ દીપની જ્યોત છું ભવ્ય હું,
હૈયા હરી લઉ, એવું છું દ્રવ્ય હું
કાલીદાસની કલમ નું છું કાવ્ય હું.
*********************
એમ તો ભલે લાગે તમને સાવ નાનકડી
દાદ ન આપો તો કાંઇ નહી ઉડાડશો ન ઠેકડી,
લથડતા હૈયાને ટેકો આપે છે સતત
કલમ મારી છે આ, ગાંધીની લાકડી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો