અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

પ્રેરાત્મક લેખો..

  પુષ્પ માંથી મળતી પ્રેરણા !!!

ખુબ જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો સિધ્ધાંત છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે. ઋજુતા,સૌંદર્ય, સ્નેહ અને સ્મિત એના જીવનની વિશષતા છે.           માનવ અસ્તિત્વ માટે આમનું કશું જ અશક્ય નથી.
           તેનો પર્યાય ન બની શકાય તે અફસોસની વાત છે, દ્ર્ષ્ટાંત ન બની શકાય તે ખુંચે તેવી વાત છે, પરંતુ... પ્રેરીત ન થઇએ એ તો બહુ જ અઘરું કહેવાય. પ્રેરણાનો એક અંશ, અંતિમ શબ્દ "સ્મિત" તો અત્યારે પણ આવિસ્કૃત થઇ રહ્યો છે પરાકાષ્ટા. નિષ્કામ કર્મ સુધી પહોંચવું જોઇએ.
            મુક્યું છે વિચાર કિરણ એક વહેતું
            પ્રસરશે તોય જીવન સમૃધ્ધ બનશે.

અકબર અને ગૌહરજાન

અકબર અને ગૌહરજાનનો કિસ્સો.
કોલકતાની ગૌહરજાન આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં પ્રખ્યાત હતી. રાજા માફક ચાર ઘોડાની બગી વાપરતી. એને ઘેર કોઇ કદરદાન ગીત સાંભળવા આવે તો પોતે હાથમાં ફાનસ લઇ ગાડી સુધી વળાવવા જતી. અલ્લાહબાદની એક મહફિલમાં ઉર્દુના પ્રખ્યાત શાયર અકબરની એક ગઝલ એટલી તન્મયતાથી ગાઇ કે તે મહફિલમાં હાજર રહેલા શાયર અકબરે ગાયકીથી ખુશ થઇ ને વખાણ કર્યાં. ત્યારે ભેટ રૂપે ગૌહરે શાયરના હસ્તાક્ષરે લખેલી શેરની માંગણી કરી. એક કાગળના ટુકડા ઉપર શેરની પંક્તિ લખી અને કહ્યું કે ઘેર જઇને વાંચ જે.
એમાં લખ્યું હતું -
"ખુશીયાં કૌનસી ગૌહર કે સિવા,
ખુદાને કયા ન દિયા શૌહર કે સિવા."
જીવનમાં શૌહરનું મહત્વ કેટ્લું છે. જોયુને?...


પ્રભુનો બાયોડેટા



નામ - ભગવાન
સરનામું - બધે જ. દરેક સ્થળ કણેકણ. ૦૦૦ ૦૦૦
ફોન - પ્રાર્થના
નિપુણતા - સર્વશક્તિમાન
કાર્યાનુભવ - બ્રહ્માંડને બનાવ્યું.આકાશગંગા,એક એક તારા તેમજ તારાવિશ્વોને એની જગ્યાએ ગોઠવ્યાં.
- માણસ તેમજ દરેક સજીવ-નિર્જીવને બનવ્યાં.
- હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહ્યો છું.
- સમયની સરુઆત થઇ તે પહેલાંથી,સમય રહે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્ર તેમજ કાર્યક્ષમતા ધરાવનાર(સમયને પણ મેં જ બનાવ્યો છે, તે તમારી જાણખાતર)
અભ્યાસ - આ અંગેના પ્રમાણો માટે નીચેના રેફરન્સીસ જોઇ જવા વિનંતી.
- વેદો,ઉપનીષદો,જૈન શાસ્ત્ર,બૌધ્ધ ધર્મગ્રંથો, તેમજ અન્ય ભારતીય ધર્મસંહિતાઓ.
- બાઇબલ, કુરાન તેમજ દુનિયાનો દરેક ધાર્મિક ગ્રંથ.
થોડાક અગત્યના ગુણો -
- પ્રેમસ્વરુપ
- પ્રકાશસ્વરુપ
- શાંતિસ્વરુપ
- સત્યસ્વરુપ
- શુભસ્વરુપ
- સમજણ આપનાર
- સહાનુભુતિ તેમજ કરુણાસ્વરુપ
- દર્દનાશક
- દુઃખનાશક
- ક્ષમા કરનાર
- અન્નદાતા
- દયાળુ, માયાળુ
- દરેક સદગુણોનો સ્વામી
મળવા માટેની માહિતી -
- હું હંમેશાં તમારી જિંદગીની જવાબદારી લેવા તત્પર હોંઉ છું.
- તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો.
- હું ફક્ત તમારાથી પ્રાર્થનાના બે શબ્દ જેટલો જ દુર હોઉ છું.
- મંદિરો,મસ્જિદો વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશાં તમારી જોડે જ હોઉ છું.
તમારું હમેશાં ભલું ઇછતો..
તમારા પ્રભુના પ્રણામ



ટિપ્પણીઓ નથી: