અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

રવિવાર, 19 જાન્યુઆરી, 2014

શાયરીઓ

મિત્રો મારી શાયરીઓનું પુસ્તક તૈયાર થઇ ગયુ છે જે આપ અહીં થી વાંચી સકશો તો "ગુલ" ની શાયરી પુસ્તક વાંચવા અહિં ક્લિક કરો.

મંગળવાર, 23 એપ્રિલ, 2013

મુખપુષ્ટ


ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે
કરું છું રૂપાંતર હું શબ્દોમાં કેવળ 
તમે જે ઇશારે ઇશારે લખ્યું છે
લખ્યું તો જિવાયું, જીવ્યો તો લખાયું અમે એક નવતર પ્રકારે લખ્યું છે
લખાણે લખાણે પ્રહારો થયા છે અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે
પડી સાંજ તો એટલી હાશ છે કે - કશું કાયમી મેં સવારે લખ્યું છે
તમે તો રઈશબસ કુટાતા રહ્યા છો તમે આ બધુંબોલો ક્યારે લખ્યું છે!
                                                                                      - રઈશ મનીઆર


 ગુલ ની શાયરીઓ... 
 
ભાઇ ! ઉગતો શાયર છું નવ્ય હું
ગઝલ દીપની  જ્યોત છું ભવ્ય હું,
હૈયા હરી લઉ, એવું છું દ્રવ્ય હું
કાલીદાસની કલમ નું છું કાવ્ય હું.

*********************

એમ તો ભલે લાગે તમને સાવ નાનકડી
દાદ ન આપો તો કાંઇ નહી ઉડાડશો ન ઠેકડી,
લથડતા હૈયાને ટેકો આપે છે સતત
કલમ મારી છે આ, ગાંધીની લાકડી

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

પુષ્પ માંથી મળતી પ્રેરણા !!!

         ખુબ જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો સિધ્ધાંત છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે. ઋજુતા,સૌંદર્ય, સ્નેહ અને સ્મિત એના જીવનની વિશષતા છે.           માનવ અસ્તિત્વ માટે આમનું કશું જ અશક્ય નથી.
           તેનો પર્યાય ન બની શકાય તે અફસોસની વાત છે, દ્ર્ષ્ટાંત ન બની શકાય તે ખુંચે તેવી વાત છે, પરંતુ... પ્રેરીત ન થઇએ એ તો બહુ જ અઘરું કહેવાય. પ્રેરણાનો એક અંશ, અંતિમ શબ્દ "સ્મિત" તો અત્યારે પણ આવિસ્કૃત થઇ રહ્યો છે પરાકાષ્ટા. નિષ્કામ કર્મ સુધી પહોંચવું જોઇએ.
            મુક્યું છે વિચાર કિરણ એક વહેતું
            પ્રસરશે તોય જીવન સમૃધ્ધ બનશે.
 



શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

"સફળતા"

મહત્વ પૂર્ણ નિર્ણય લીધા પછી,
એ -
          સાચો છે કે ખોટો, યોગ્ય છે કે અયોગ્ય, મારે આવો નિર્ણય ન હોતો લેવો જોઇતો, વિકલ્પ તો હતા જ અન્ય નિર્ણય લીધા હોત તો... 
          આવા વિચાર કરવાથી લીધેલા નિર્ણય અંગેનો વિશ્વાસ ડગી જાય છે. વેડફેલ સમય નુકશાન પહોંચાડે છે. એ નિર્ણયનું સાચાપણું ઘટી જાય છે.
          નિર્ણય તો લેવાઇ ગયો છે. .... તો, એ નિર્ણય પર અડગ રહેવું જોઇએ....
          એ અડગતા અને લીધેલા નિર્ણયને સાચો સાબિત કરવાની વિચારણા એ જ (અપાવશે)
          - "સફળતા"www.naazcompbloger.com

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

'મનભેદ' અને 'મતભેદ'

'મનભેદ' અને 'મતભેદ'

સંબંધોના સમીકરણમાં ઘટતું પાંસું ક્યું ?
જવાબ બે નીકળે 'મનભેદ' અને 'મતભેદ'.
    મતભેદ સાથે વાતચિત,વ્યવહાર અને સહવાસ અશક્ય નહી, પણ અઘરાં જરૂર છે.
    આમ છતાં 'સંભવિતતો' છે જ
    પરંતુ.....
    મનભેદ સાથે સહવાસ તો છું વ્યવહાર કે વાતચીતેય શક્ય નથી.
   આપણે આપણા મનને મતભેદો સુધી ને મતભેદોથી મનભેદો સુધી ન જવા દેનો નિર્ણય લઇએ. આમ છતાં  મન તો ચંચળ છે, ક્યાં કાબુમાં રહે છે?
       ટાઢા ટાઢા વાતાવરણમાં રહેલા
       ઉના ઉના શબ્દો દીર્ઘાયુ બનશે તો
       ઓછામા ઓછો એક સંબંધ ચિરંજીવ બનશે
       પ્રયત્ન કરીશુ જ ને !!!